કૃત્રિમ બીજદાન તાલીમ

રાજ્યનાં પશુધનને ઉચ્ચ જનીનીક ગુણવત્તા વાળા સાંઢ(આખલા)/પાડા થી સંવર્ધન કરવા અને તે દ્વારા સંતતિની ઉત્પાદકતા વધારવા માટે કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવું આવશ્યક છે. આ માટે કે‌ન્દ્ર પુરસ્કૃત રાષ્ટ્રિય ગાય અને ભેંસ સંવર્ધન કાર્યક્રમ(એનપીસીબીબી) અંતર્ગત રાજ્યમાં ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરો તૈયાર કરવાની યોજના છે. આ માટે તાંત્રિક તાલીમ કે‌ન્દ્ર, મોરબી અને રાજ્ય થીજવેલ વીર્ય ઉત્પાદન અને તાલીમ સંસ્થા, પાટણ (સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, પાટણ) ખાતે કૃત્રિમ બીજદાનની તાલીમ આપવામાં આવે છે.

કૃત્રિમ બીજદાનની તાલીમમાં એક માસની વર્ગખંડીય તાલીમ (ક્લાસરૂમ) હોય છે અને બે માસની ક્ષેત્રિય કક્ષાની પ્રાયોગીક તાલીમ આપવામાં આવે છે. વર્ગખંડની તાલીમમાં નીચે મુજબનાં મુદ્દાઓનો સમાવેશ કરેલ છે.

 • સંવર્ધન પધ્ધતિ તથા તેનું મહત્વ
 • આખલાની પસંદગી
 • ગુજરાત રાજ્યની ગાય તથા ભેંસ વર્ગની અલગ અલગ જાતિઓ
 • માદા પ્રજનન અંગોની શરીરરચના તથા શરીરક્રિયા વિજ્ઞાન
 • નર પ્રજનન અંગોની શરીરરચના તથા શરીરક્રિયા વિજ્ઞાન
 • શુધ્ધ સંવર્ધન તથા સંકરણ
 • કૃત્રિમ બીજદાનનાં ફાયદા
 • કૃત્રિમ બીજદાનનો ઇતિહાસ
 • વીર્ય એકત્રિકરણ પ્રક્રિયા
 • જાનવરોનું પોષણ તથા સંવર્ધનમાં તેનુ મહત્વ
 • ઋતુ મુજબનો ઘસચારો તથા ગોચરની જાણવણી
 • લીલાં તથા સૂકા ઘાસની સંગ્રહ પધ્ધત્તિઓ
 • ઘાસમાંનાં ઝેરી દ્રવ્યો અને જાનવરોનાં પોષણમાં લેવામાં આવતી દેખરેખ
 • વોડકી તથા વાછરડીનું પાલન પોષણ
 • દૂધાળાં જાનવરોનું પાલન પોષણ
 • જાનવરોનો આવાસ તથા તેની સ્વચ્છતા
 • જાનવરોને કાબૂ કરવાની પધ્ધત્તિઓ
 • પશુઓની પ્રજનન સમસ્યાઓ અને તેનું નિવારણ
 • જાનવરોને થતા ચેપી રોગો
 • પશુચિકિત્સાલય અને વિવિધલક્ષી પશુચિકિત્સાલયની મુલાકાત - કૃત્રિમ બીજદાનનાં ઉપકરણોનું પ્રાયોગીક નિદર્શન - નોંધ રાખવી
 • કૃત્રિમ બીજદાનનાં ઉપકરણોનો પરિચય અને તેના નિયંત્રણ સમયે કાળજી
 • વીર્ય એકત્રીકરણ ઉપકરણનું નિદર્શન અને શુક્રાણુંઓની બાહ્યાકૃતિ (મોર્ફોલોજી)
 • ઋતુચક્ર અને તેની સંવર્ધનમાં અગત્યતા
 • રસીકરણનું સમયપત્રક અને રસીની સાચવણી
 • કે‌ન્દ્રીય ધણ નોંધણી યોજના (CHRS)
 • પાણીની અગત્યતા અને પ્રાણીઓને પાણી પાવાની પધ્ધત્તિ
 • ગરમીમાં આવવાનાં ચિ‌ન્હો, તેનો સમયગાળો અને કૃત્રિમ બીજદાન
 • પ્રાણીઓમાં તરવાઈ જવું અને તેની મનુષ્યમાં ચેપની શક્યતા
 • ઉનાળામાં પ્રજનન ક્ષમતા જાળવવી.
 • ખનીજદ્રવ્યોનો ઉત્પાદકતામાં ફાળો
 • પ્રાણીઓમાં ગર્ભ પરીક્ષણ
 • કૃત્રિમ બીજદાન ગન અને થીજવેલ વીર્યનાં ડોઝને તૈયાર કરવા માટેનું પ્રાયોગીક નિદર્શન
 • નફાકારક પશુપાલન માટે યોગ્ય સલાહ
 • સ્વચ્છ દૂધ ઉત્પાદન
 • જાનવરમાં ગર્ભ પરીક્ષણ તથા અલગ અલગ સમયે લેવાની થતી કાળજી
 • ગ્રામ્ય અર્થતંત્રની પ્રગતીમાં ગોપાલમિત્રોનો ફાળો
 • જનનતંત્રને લગતી સમસ્યાઓ અને લેવામાં આવતી કાળજીઓ
 • પાંજરાપોળની મુલાકાત - મૃત માદા જનનાંગોનું નિદર્શન
 • ગૌશાળાની મુલાકાત
 • એસ.પી.સી.એ. ને લગતા નિયમો
 • પશુઓ અને મનુષ્યમાં થતા સામાન્ય રોગો
 • LN2 ક‌ન્ટેઈનરની રચના અને તેની સાચવણી
 • કરેલ કામગીરીની નોંધણી, રજીસ્ટર નિભાવણી અને માસિક અહેવાલ
 • પશુવ્યંધ્યત્વ અને વાંઝિયાપણું
 • રોગચાળામાં ગોપાલમિત્રની કામગીરી
 • કુદરતી આપત્તિ વ્યવસ્થાપન
 • ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડની યોજનાઓ અને તેનું અમલીકરણ

પસંદગી પાત્રતા

ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરો (ગોપાલમિત્રો) માટે નીચે મુજબની લઘુત્તમ લાયકાત હોવી જરૂરી છે.

 • ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની હોવી જોઈએ.
 • ઉમેદવાર ધોરણ ૧૦ પાસ હોવો જોઈએ.
 • ઉમેદવાર સ્થાનીક ગામનો રહેવાશી હોવો જોઈએ. આ માટેના જરૂરી પુરાવા જેવાકે મતદાતા ઓળખપત્ર, રેશનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસ‌ન્સ વગેરે રજુ કરવાના રહેશે.
 • ઉમેદવારે ગામના રહેવાશી અંગેનો ગામના સરપંચશ્રી અથવા તલાટી કમ મંત્રીનો દાખલો લાવવાનો રહેશે.
 • ગોપાલમિત્રોની પસંદગી સ્વરોજગાર અર્થે કરવામાં આવે છે. જે માટે શરૂઆતના તબક્કામાં નિર્વાહ ભથ્થુ આપવામાં આવશે. આ સમય દરમિયાન ગોપાલમિત્રે સ્વનિર્ભર થવાનું રહેશે.
 • સ્વરોજગારી અર્થે ગોપાલમિત્રની પસંદગી ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકર (પ્રાઈવેટ એ.આઈ. વર્કર) તરીકે કરવાની છે, જે સરકારી નોકરી નથી.
 • ગોપાલમિત્રે સ્વનિર્ભર થવા માટે ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ – ગાંધીનગર દ્વારા જરૂરી તમામ આનુષાંગીક માર્ગદર્શ અને મદદ જેવી કે તાલીમ, સાધનો, સીમેન – નાઈટ્રોજન સપ્લાય, સ્ટેશનરી વગેરે પુરા પાડવામાં આવે છે.

ઉપલબ્ધિઓ

હાલમાં રાજ્યમાં જી.એલ.ડી.બી. દ્વારા સ્થાપિત કુલ ૬૩૫ ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરો (ગોપાલમિત્રો) કાર્યરત છે. જેઓએ જી.એલ.ડી.બી. હસ્તકની તાલીમ સંસ્થાઓ દ્વારા તાલીમ લીધેલ છે.

 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation