પશુ ઉછેર કે‌ન્દ્ર – ભુતવડ, જિ. રાજકોટ

રાજ્યની દેશી ઓલાદ એવી ગીર ગાયોના સંરક્ષણ માટે વર્ષ ૧૯૮૭-૮૮માં રાજકોટ જિલ્લાના ભુતવડ ગામે પશુ ઉછેર કે‌ન્દ્રની સ્થાપના કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૦૬માં પશુપાલન ખાતા હસ્તકના આ ફાર્મને સંચાલન માટે ગુજરાત પશુધન વિકાસ બોર્ડને તબદિલ કરવામાં આવેલ છે.

ફાર્મ ખાતે ગીર ગાયોના ધણને વૈજ્ઞાનિક ઢબે ઉછેરી શુધ્ધ ઓલાદ તરીકે જાળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

ક્ષેત્રિય કક્ષાએ કૃત્રિમ બીજદાનની સવલતો ઉપ્લબ્ધ ન હોય તેવી ગ્રામપંચાયતો, ગૌશાળા, પાંજરાપોળ વગેરેને જિલ્લા પશુપાલન અધિકારીની ભલામણથી ઉચ્ચગુણવત્તાયુક્ત સાંઢ સંવર્ધન માટે નજીવી કિંમતે વેચાણથી આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન કુલ ૧૫ ગીર સાંઢ સંવર્ધન માટે નજીવી કિંમતે ફાળવવામાં આવેલ છે.

પશુ ઉછેર કે‌ન્દ્ર – ભુતવડ ખાતે નિભાવવામાં આવતા પશુધનની વિગતો

અ.નં. પશુની વિગત સંખ્યા
દુઝણી ગાયો ૩૬
વસુકેલી ગાયો ૨૮
૩ વર્ષ ઉપરની માદા ૨૭
વાછરડીઓ ૬૨
વાછરડાઓ ૨૦
  કુલ ૧૭૩

ફાર્મ ખાતે પશુઓના નિભાવ સારૂ ઘાસચારા ઉત્પાદન માટે પિયત અને ખેતીના સાધનો-ઓજારો ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન ફાર્મ ખાતે ૩,૩૩,૫૨૫ કિગ્રા લીલાચારાનું ઉત્પાદન થયેલ છે.

સૌરાષ્ટ્ર વિસ્તારની દેશી ઓલાદો: ગીર ગાય અને જાફરાબાદી ભેંસોના થીજવેલ પશુબીજ ઉત્પાદનની જરૂરિયાતને પહોચી વળવા માટે રાજ્ય પુરસ્કૃત યોજના અંતર્ગત ભુતવડ ફાર્મ ખાતે ફ્રોજન સીમેન સ્ટેશનના બાંધકામની કામગીરી પ્રગતિમાં છે.

પશુ ઉછેર કે‌ન્દ્ર – ભુતવડના ફોટા જોવા અહી ક્લિક કરો.

  • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation