ભ્રુણ સંક્રમણ ટેકનોલોજી (એમ્બ્રીયો ટ્રા‌‌‌ન્સફર ટેકનોલોજી)

ભારતમાં પાલતુ પશુઓના વૈવિધ્ય, જનીનીક સંપત્તિ અને પશુ ઉત્પાદોની બાબતમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. ગીર અને કાંકરેજ નસ્લની ગાય અને જાફરાબાદી. મહેસાણી, સુરતી અને બન્ની નસ્લની ભેંસ રાજ્યના દૂધ ઉત્પાદનમાં મહત્તમ ફાળો આપતી મુખ્ય પશુ ઓલાદો છે.

આ જાનવરોના જનીનીક સુધારણા માટે કૃત્રિમ બીજદાનએ સર્વસ્વિકૃત સાધન છે, જે ઉચ્ચ આનુવંશીકતા ધરાવતા નર પશુ સાંઢ(આખલા)/પાડા ના જનીનીક ગુણોનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. જ્યારે એમ્બ્રીયો ટ્રા‌‌‌ન્સફર ટેકનોલોજી માદા પશુ (ગાય/ભેંસ) ના જીવનક્રમ દરમિયાન મહત્તમ સંખ્યામાં સંતતિ પેદા કરી માદા પશુના જનીનીક ગુણોનો જનીનીક સુધારણા માટે મહત્તમ લાભ અપાવી શકે છે. વધુમાં કૃત્રિમ બીજદાન તકનીકનો ઉપયોગ કરતા પરંપરાગત પ્રોજેની ટેસ્ટીંગ પ્રોગ્રામ ની સરખામણીએ એમ્બ્રીયો ટ્રા‌‌‌ન્સફર ટેકનોલોજી નર પશુની વહેલી પસંદગી માટે તક આપે છે. આથી ગીર ગાય અને બન્ની તથા જાફરાબાદી ભેંસના ઉચ્ચ જનીન સંપુટને એમ્બ્રીયો ટ્રા‌‌‌ન્સફર ટેકનોલોજી દ્વારા ઝડપથી વિસ્તારવા નક્કી કરવામાં આવ્યું કે જે વૈજ્ઞાનિકો દ્વારા જાનવરોની ઓલાદ સુધારણા અને ઉત્પાદકતા વધારવા માટે કૃત્રિમ બીજદાન પછી અપનાવાયેલ બીજા ક્રમની પ્રજોત્પતી માટેની અસરકારક તકનીક છે.

ભ્રુણ સંક્રમણ ટેકનોલોજી (એમ્બ્રીયો ટ્રા‌‌‌ન્સફર ટેકનોલોજી-ઈટી) શું છે?

એમ્બ્રીયો ટ્રા‌‌‌ન્સફર (ભ્રુણ સંક્રમણ) ટેકનોલોજી માં દાતા માદા જાનવર પાસેથી ભ્રુણ મેળવી તેને ગર્ભ ધારણ કરનાર બીજી માદામાં મુકવામાં આવે છે કે જે બાકીની ગર્ભાવસ્થા દરમ્યાન ઉછીની કુખ આપનાર માતા (સરોગેટ મધર) તરીકે વર્તે છે. એમ્બ્રીયો ટ્રા‌‌‌ન્સફર (ભ્રુણ સંક્રમણ) ટેકનોલોજી પાલતુ જાનવરોની લગભગ દરેક અને જંગલી જાનવરોની ઘણી જાતિઓ તથા મનુષ્ય અને મનુષ્યેત્તર વાનરોમાં ઉપયોગમાં લેવાઈ છે. છેલ્લા એક દાયકામાં એમ્બ્રીયો ટ્રા‌‌‌ન્સફરની કાર્ય પ્રણાલીમાં કુશળતા વધતાં માદા જાનવરમાં શસ્ત્રક્રિયા વીહોણી પ્રક્રિયાનો વિકાસ, લાંબા ગાળા માટે ભ્રુણ ઉછેર અને થીજવેલ ભ્રુણ સંગ્રહ તથા તાજેતરમાંજ જનીનીક ઈજનેરીને સંલગ્ન ઘણી સુક્ષ્મ કામગીરીની તકનીકોનો વિકાસ થયો છે. શોધ અને તેના ઉપયોગ વચ્ચેનો ખુબજ ટુંકો સમયગાળો ધરાવતું આ અવિંત ઝડપથી વિકસતુ વિજ્ઞાન છે. જેની ઉપયોગીતા નવી ટેકનોલોજીના વિકાસ સાથે વધતીજ જાય છે.

સૌ પ્રથમ 'કેટલ હર્ડ ઈમ્પ્રુવમે‌ન્ટ ફોર ઈ‌ન્ક્રીઝ્ડ પ્રોડક્ટીવીટી યુઝીંગ એમ્બ્રીયો ટ્રા‌ન્સફર ટેકનોલોજી' ના નામે ભ્રુણ સંક્રમણ યોજના ૧૯૮૭ માં સ્થપાઈ હતી. સૌ પ્રથમ ૧૯૯૧ માં થીજવેલ ભ્રુણના ઉપયોગથી ભેંસનુ બચ્ચુ પેદા કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં ૧૧૯૦૦ તંદુરસ્ત ભ્રુણ પેદા કરાયેલ છે અને આ તકનીકથી ૭૨૦ નર બચ્ચાં જન્મ્યા છે.

ઉદ્દેશ્ય

 • ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતા પશુઓ(ગાય/ભેંસ)ના ઉચ્ચ આનુવંશીક ગુણો વાળા મહત્તમ બચ્ચાં મેળવવા. જે હર્ડ રજીસ્ટ્રેશન સ્કીમ દ્વારા પસંદ કરી શકાય.
 • સગોત્ર ઉત્પાદકતાના આધારે બચ્ચાની પસંદગી કરાતા જનીનીક સુધારણાના દરમાં વધારો કરવો.
 • પશુપાલકો દ્વારા અપનાવાતી પરંપરાગત પધ્ધતિઓ દ્વારા જન્મતા નિમ્ન સ્તરના બચ્ચાંનો જ‌ન્મદર ઘટાડવો.
 • આપણા વિસ્તારની પોતીકી નસ્લ – દેશી ઓલાદો – નો જનીનીક વારસો સાચવવો.

ફાયદા

 • જે રીતે કૃત્રિમ બીજદાન દ્વારા ઉચ્ચ જનીનીક ગુણવત્તા વાળા નરનો ઉપયોગ જનીનીક સુધારણામાં કરી શકાય છે તે જ રીતે એમ્બ્રીયો ટ્રા‌‌‌ન્સફર ટેકનોલોજી દ્વારા માદાનો ઉપયોગ જનીનીક સુધારણામાં કરી શકાય છે.
 • એક ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી ભેંસ જીવન દરમ્યાન મહત્તમ ૮ થી ૧૦ ઉચ્ચ જનીનીક ગુણવત્તા ધરાવતા બચ્ચાં આપી શકે છે, જ્યારે ઈટી ટેકનોલોજી દ્વારા તે જીવન દર્મ્યાન ૮૦ થી ૨૦૦ બચ્ચાં આપી શકે છે.
 • વંશીય ઉ‌ન્મુલન – વિલુપ્તતા - ને આરે પહોંચેલી નસ્લો માટે તે ખુબજ ઉપયોગી ટેકનોલોજી છે.
 • સાર્વત્રિક રોગ નિયંત્રણની દ્રષ્ટીએ ચેપી રોગોની શક્યતાને ખુબ નજીવી કરી ઈટી ટેકનોલોજી જે તે નસ્લની વસ્તિમાં નવું જનીનીક મટીરીયલ ઉમેરવાની તક આપે છે.
 • હાલમાં ભ્રુણની જાતિ જાણવાની પધ્ધતિ અને ભ્રુણ સ્થાપિત કરવાની તકનીકનો વિકાસ જોતાં ડેરી અને પશુપાલનને લગતા અ‌ન્ય વ્યવસાયમાં તેની ઉત્તમ તકો રહેલી છે.

પ્રમાણભુત કાર્યપધ્ધતિ

 • દાતા અને ગર્ભ ધારણ કરનાર જાનવરોની પસંદગી.
 • પશુઓના વેતર અને તેના નિદાનનું સામુહીક રીતે સંકલન.
 • સુપર ઓવ્યુલેશન અને બીજદાન.
 • પ્રયોગશાળામાં મૂલ્યાંકન.
 • ગર્ભ ધારણ કરનાર માદા જાનવર (ગાય/ભેંસ)માં ભ્રુણનું પ્રત્યાર્પણ (સર્જીકલ / નોન સર્જીકલ).
 • લાંબા ગાળાના સંગ્રહ માટે ભ્રુણની થીજવણી.
 • જરૂર પડે ત્યારે થીજવેલ ભ્રુણને શરીરના તાપમાને લાવી તેનું ગર્ભ ધારણ કરનાર માદા જાનવર (ગાય/ભેંસ)માં પ્રત્યાર્પણ.

સિધ્ધિ

વરૂડી, અમરેલી ખાતે અત્યાધુનિક પ્રયોગશાળાનું બાંધકામ ચાલુ છે.

નાણાંકિય જોગવાઈ

 • રૂ. ૧૪૦ લાખ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા.
 • રૂ. ૨૦૦ લાખ કે‌ન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા.
 • કુલ રૂ. ૩૪૦ લાખ.
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation