ખાનગી કુત્રિમ બીજદાન કેન્દ્રો:

ગોપાલમિત્ર (ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરો)

રૂપરેખા

 • NPCBB (નેશનલ પ્રોજેક્ટ ફોર કેટલ એ‌ન્ડ બફેલો બ્રીડીંગ) અંતર્ગત રાજ્યના પશુપાલકોના ઘર આંગણે કૃત્રિમ બીજદાનની સેવાઓ પહોંચતી કરવાના હેતુથી ગોપાલમિત્ર કે‌ન્દ્રો (ખાનગી કૃત્રિમ બીજદાન કે‌‌ન્દ્રો) ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગર દ્વારા સ્થાપિત કરાએલ છે.
 • જીએલડીબી દ્વારા ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરોની પસંદગી કરી કુત્રિમ બીજદાનની વર્ગખંડ તાલીમ અને પ્રાયોગીક તાલીમ પછી તેમને નિયત કરાર હેઠળ કૃત્રિમ બીજદાનના સાધનો આપવામાં આવેલ છે તથા તેઓને જરૂરી ફ્રોઝન સીમેન ડોઝ પડતર કિંમતે પુરા પાડવામાં આવે છે, તથા ડોઝની જાળવણી અર્થે લીક્વીડ નાઇટ્રોજન તથા કન્ઝ્યુમેબલ્સ વિવિધ જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘો કે પશુપાલન ખાતાના ઘનિષ્ટ પશુ સુધારણા ઘટકો મારફતે પુરા પાડવામાં આવી રહેલ છે.
 • રાજ્યના પશુપાલન હેઠળના વિશાળ વિસ્તારને જોતાં સરકારી સંસ્થાઓ દ્વારા સમગ્ર રાજ્યને કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવું કઠીન છે. તેમાંયે જૂજ માળખાગત સવલતો તથા ખુબ ઓછો શિક્ષણ પ્રસાર ધરાવતા રાજ્યના છેવાડાના અને અંતરીયાળ પ્રદેશો ખૂબજ પ્રભાવિત છે. આ વિસ્તારોમાં સંવર્ધન માટે બાંગરા સાંઢ/પાડા (સ્ક્રબ બુલ) ઉપયોગમાં લેવાય છે, જેમનું જાતિય રોગ પરીક્ષણ કરાયેલુ ન હોઈ ચેપી જાનવરથી જાતીય રોગ ફેલાવાનું જોખમ રહે છે. વધુમાં, આ નરોની ઉત્પાદકતા ઓછી હોઈ જનીનીક અવમુલનનો ખતરો રહે છે. જે અંતે ઓછી ઉત્પાદકતા તરફ દોરી જાય છે.
 • આ કારણથી આવા વિસ્તારોમાં ખાનગી કૃત્રિમ બીજદાન કે‌‌ન્દ્રો દ્વારા ઘરઆંગણે સંવર્ધનની સેવાઓ ૪૨૬ જેટલા ખાનગી કુત્રિમ બીજદાન કે‌ન્દ્રો મારફતે પુરી પાડવામાં આવી રહેલ છે.

ઉદ્દેશ્ય

 • સુવ્યવસ્થિત સંવર્ધન કાર્યક્રમ હેઠળ રાજ્યનું મહત્તમ ફેળવવા લાયક પશુધન (ગાય અને ભેંસ વર્ગ) કૃત્રિમ બીજદાન અંતર્ગત આવરી લેવું.
 • રાજ્યના પશુપાલકના ઘરઆંગણે કૃત્રિમ બીજદાનની સેવાઓ પહોંચતી કરવી.
 • રાજ્યના નહિવત સંવર્ધન માળખું ધરાવતા અંતરીયાળ વિસ્તારોમાં સંવર્ધન માટેની માળખાગત સવલતો વધારી કૃત્રિમ બીજદાનની સેવાઓ પુરી પાડવી.
 • રાજ્યની ગાય અને ભેંસ વર્ગના પશુઓની ગર્ભાધાન ટકાવારીમાં વધારો કરી દૂધ ઉત્પાદન વધારવું.
 • ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતા પાડા(આખલા)/પાડાઓના ઉચ્ચ ગુણવત્તા વાળા થીજવેલ વીર્યના ડોઝના ઉપયોગ દ્વારા પશુઓલાદોની ઉત્પાદકતા વધારવી.
 • કુદરતી સંવર્ધનથી ફેલાતા જાતીય રોગો અટકાવવા.
 • પશુપાલકના ઘરઆંગણે કિફાયતી કિંમતે કૃત્રિમ બીજદાનની સેવા પુરી પાડવી.
 • કૃત્રિમ બીજદાનની સેવામાં તંદુરસ્ત હરીફાઈ ઉભી કરવી જેથી તેની ગુણવત્તામાં સુધારા સાથે તેની કિંમતમાં વ્યાજબી ઘટાડો થાય.
 • પશુપાલકને સમય મર્યાદામાં ઘરઆંગણે કૃત્રિમ બીજદાનની સેવા મળી રહે જેથી ગર્ભાધાનની સફળતાની ટકાવારી વધે અને કુદરતી સંપતિનો વ્યય બચાવી શકાય.
 • ગ્રામ્ય કક્ષાએ બેરોજગાર યુવકો માટે પુરક સ્વરોજગારીની તકો વિકસાવવી.
 • અવ્યવસ્થિત કુદરતી સંવર્ધનને કૃત્રિમ બીજદાન દ્વારા સુવ્યવસ્થિત કરી રાજ્યની સંવર્ધન નીતી (બ્રીડીંગ પોલીસી)નું અમલીકરણ કરવું.

રાજ્યમાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન આ ખાનગી કુત્રિમ બીજદાન કેન્દ્રો દ્વારા થયેલ કુત્રિમ બીજદાનની કામગીરીની વિગત નીચે મુજબ છે.

અ.નં. જિલ્લો કાર્યરત કે‌ન્દ્રો થયેલ કૃત્રિમ બીજદાન
અમરેલી ૫૩ ૧૪૫૪૮
ભાવનગર ૩૬ ૩૩૮૫૮
ગાંધીનગર ૦૬ ૨૬૧૫
જુનાગઢ અને પોરબંદર ૯૦ ૯૨૭૧૪
મહેસાણા ૨૯ ૪૩૧૯૯
પાટણ ૪૮ ૧૪૫૪૭
સાબરકાંઠા ૯૩ ૧૦૧૭૦૨
રાજકોટ ૧૨ ૬૩૮૯
ગોધરા અને દાહોદ ૩૪ ૨૨૬૨૬
૧૦ સુરે‌ન્દ્રનગર ૧૯ ૫૦૬૮
૧૧ જામનગર ૩૭૯
૧૨ નર્મદા ૪૮૫

કુલ

૪૨૬ ૩૩૮૧૩૦

પસંદગી પાત્રતા

 • ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ દ્વારા સ્થાપિત ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરને રાજ્યમાં ગોપાલમિત્ર તરીકે સંબોધિત કરાય છે.
 • કોઈ પણ ૧૦ ધોરણ પાસ વ્યક્તિ તેના ગામના ગોપાલમિત્ર કે‌ન્દ્ર માટે અરજી કરી શકે છે. ખૂબજ અંતરીયાળ, છેવાડાના કે પછાત ગામમાં ધોરણ ૧૦ પાસ ઉમેદવાર ન મળે તો પસંદગી કમિટી ધોરણ ૮ પાસ ઉમેદવારને પસંદ કરી શકે છે.
 • ઉમેદવાર જે તે ગામનો વતની હોવો જોઈએ, જે માટે તેણે જરૂરી આધાર પુરાવા રજુ કરવા રહે છે. તેની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ વચ્ચેની હોવી જોઈએ તેમ છતાં પસંદગી કમિટી તેમાં ઉમેદવારની યોગ્યતા અને હોંશીયારી મુજબ ઉપલી વય મર્યાદામાં વધારો કરી શકે છે.
 • દરખાસ્ત કરાયેલ ગામમાં પશુ દવાખાનું, પ્રાથમિક પશુસારવાર કે‌ન્દ્ર, વિવિધલક્ષી પશુકિત્સલય (વેટરીનરી પોલીક્લીનિક) કે ઘનિષ્ઠ પશુસુધારણા યોજના કે‌ન્દ્ર જેવી સરકારી સંસ્થાઓ ના હોવી જોઈએ.
 • હાલમાં ચાલુ કૃત્રિમ બીજદાન કે‌‌ન્દ્રથી દરખાસ્ત કરાયેલ ગામ ૫ કિ.મી. ત્રિજ્યાની બહાર હોવું જોઈએ.
 • દરખાસ્ત કરાયેલ ગામ તેની આસપાસની ૫ કિ.મી. ત્રિજ્યામાં ૮૦૦ કે તેથી વધુ ફેળવવા લાયક પશુધન (ગાય અને ભેંસ વર્ગ) ધરાવતું હોવું જોઈએ.

ફાયદા

 • પશુપાલક સમય મર્યાદામાં કિફાયતી કિંમતે ઘરઆઅંગણે સંવર્ધન સેવાઓ મેળવી શકશે.
 • રાજ્યની ગાય અને ભેંસ વર્ગના પશુઓની ગર્ભાધાન ટકાવારીમાં વધારો થવાથી દૂધ ઉત્પાદન વધશે અને કુદરતી સંપત્તિનો વ્યય બચાવી શકાય.
 • ઉચ્ચ ઉત્પાદકતા ધરવતા પાડા(આખલા)/પાડાઓના ગુણવત્તાયુક્ત થીજવેલ વીર્યના ડોઝના ઉપયોગ દ્વારા પશુઓલાદોની ઉત્પાદકતા વધશે.
 • કૃત્રિમ બીજદાનની સેવામાં તંદુરસ્ત હરીફાઈ ઉભી થશે જેથી તેની ગુણવત્તામાં સુધારા સાથે તેની કિંમતમાં વ્યાજબી ઘટાડો થશે.
 • ગ્રામ્ય કક્ષાએ બેરોજગાર યુવકો માટે સ્થાયી રોજગારીની તકો વિકસશે.

ગોપાલમિત્ર તરીકે કામ કરવા માટે

 • જે તે જિલ્લામાં સંવર્ધન યોગ્ય ગામની યાદી માટે જિલ્લા પંચાયત અને ઘ.પ.સુ.યો. દ્વારા પ્રમાણિત કરાયેલ યાદી તૈયાર કરવામાં આવે છે.
 • યોગ્ય તારીખ અને સમયે વૉક-ઈન ઈ‌ન્ટરવ્યુ ગોઠવાયા બાદ જે તે ગામમાં જાહેરાત કરવામાં આવે છે.
 • ઈ‌ન્ટરવ્યુના દિવસે ઉમેદવારોએ સ્થળ પર અરજીપત્રક ભરી તેને સંલગ્ન પ્રમાણપત્રો અને આધાર પુરાવા જોડીને ઈ‌ન્ટરવ્યુ કમીટી સમક્ષ હાજર રહેવાનું થાય છે.
 • લાયક ઉમેદવારની પસંદગી કરાયા બાદ તેને તાલિમ માટે મોકલવામાં આવે છે. જેમાં એક માસની થીયરી અને બે માસની પ્રાયોગીક તાલીમ સમાવિષ્ઠ છે.
 • તાલીમ બાદ જરૂરી જોગવાઈઓ પુરી કરી કૃત્રિમ બીજદાન સાધનો અપાય છે અને કૃત્રિમ બીજદાન માટેના જરૂરી પત્રકો અને રજીસ્ટર ગોપાલમિત્રને આપવામાં આવે છે.
 • માસિક લક્ષ્યાંક પ્રમાણે ગોપાલમિત્રોએ કામ કરવાનું હોય છે અને તેની નિયત ફી ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગર ને જમા કરાવવાની થાય છે.
 • નિયમિત કામ કરનાર કે‌ન્દ્રને દર માસે લીક્વીડ નાઈટ્રોજન, સીમેન ડોઝ અને જરૂરી સાધનો પહોંચાડવામાં આવે છે.

જીલ્લાવાર ગોપાલમિત્ર કે‌ન્દ્રની માહિતી

લક્ષ્યાંક સિધ્ધી

અ. નં. જિલ્લા ગોપાલમિત્ર કે‌ન્દ્ર કરેલ કૃત્રિમ બીજદાન
ગોધરા ૨૭ ૨૧૭૧
દાહોદ ૩૬ ૧૦૨૮૬
સુરે‌ન્દ્રનગર ૨૬ ૪૧૧૭
સાબરકાંઠા ૬૮ ૩૬૭૯૭
પાટણ ૩૯ ૮૨૬૮
બનાસકાંઠા ૧૯૭ ૪૪૬૪૬
ભાવનગર ૫૯ ૩૦૦૧૧
અમરેલી ૩૬ ૮૫૫૨
જુનાગઢ અને પોરબંદર ૭૦ ૫૩૯૬૮
૧૦ રાજકોટ ૧૫ ૬૨૯૪
૧૧ ભરૂચ અને નર્મદા ૧૭ ૨૫૪
૧૨ જામનગર ૨૧૬૪
૧૩ મહેસાણા ૨૫ ૩૮૩૪
૧૪ ગાંધીનગર ૧૬ ૩૫૫૫
૧૫ પશુ સંવર્ધન કે‌ન્દ્ર – ભૂતવડ ૧૪૬
૧૬ પશુ સંવર્ધન કે‌ન્દ્ર – થરા ૨૨૩
૧૭ પશુ સંવર્ધન કે‌ન્દ્ર – ભૂજ ૪૪૬
૧૮ પશુ સંવર્ધન કે‌ન્દ્ર – માંડવી ૭૨
કુલ ૬૦૩ ૨૧૫૮૦૪
અ. નં. જિલ્લા ગોપાલમિત્ર કે‌ન્દ્ર કરેલ કૃત્રિમ બીજદાન
ગોધરા ૨૭ ૩૪૧૯
દાહોદ ૩૬ ૧૦૪૨૪
સુરે‌ન્દ્રનગર ૨૬ ૨૧૫૦
સાબરકાંઠા ૬૮ ૨૬૩૨૯
પાટણ ૩૯ ૬૪૫૧
બનાસકાંઠા ૧૯૭ ૨૫૪૧૦
ભાવનગર ૩૬ ૧૭૦૨૫
અમરેલી ૩૬ ૬૩૪૮
જુનાગઢ અને પોરબંદર ૬૦ ૪૪૪૫૧
૧૦ રાજકોટ ૧૫ ૫૫૬૦
૧૧ ભરૂચ અને નર્મદા ૧૭ ૧૦૧૬
૧૨ જામનગર ૧૫૯૧
૧૩ મહેસાણા ૨૫ ૨૫૦૩
૧૪ ગાંધીનગર ૧૩ ૪૫૬૮
૧૫ પશુ સંવર્ધન કે‌ન્દ્ર – ભૂતવડ ૨૨૯
૧૬ પશુ સંવર્ધન કે‌ન્દ્ર – થરા ૨૨૫
૧૭ પશુ સંવર્ધન કે‌ન્દ્ર – ભૂજ ૨૧૭
૧૮ પશુ સંવર્ધન કે‌ન્દ્ર – માંડવી ૭૯
કુલ ૬૦૩ ૧૫૭૯૯૫
અ.નં. જિલ્લો ગોપાલમિત્ર કે‌ન્દ્ર કરેલ કૃત્રિમ બીજદાન
ગોધરા ૨૮ ૪૪૮૦
દાહોદ ૩૮ ૭૮૩૪
સુરે‌ન્દ્રનગર ૩૦૧૫
સાબરકાંઠા ૫૩ ૧૭૫૮૩
પાટણ ૨૨ ૫૬૭૩
બનાસકાંઠા ૪૬ ૬૫૫૦
ભાવનગર ૩૨ ૧૩૨૦૩
અમરેલી ૧૦ ૨૯૫૪
જુનાગઢ અને પોરબંદર ૬૨ ૩૦૮૮૭
૧૦ રાજકોટ ૧૭ ૪૨૮૩
૧૧ ભરૂચ અને નર્મદા ૧૮ ૧૮૮૫
૧૨ જામનગર ૧૧૬૪
૧૩ મહેસાણા ૧૮ ૧૦૦૪
કુલ ૩૫૮ ૧૦૦૨૧૬
અ.નં. જિલ્લો ગોપાલમિત્ર કે‌ન્દ્ર કરેલ કૃત્રિમ બીજદાન
ગોધરા ૨૬ ૪૩૩૬
દાહોદ ૧૮ ૩૮૧૦
બનાસકાંઠા ૧૬ ૩૪૨૧
સાબરકાંઠા ૧૮ ૧૦૧૧૮
ભરૂચ ૧૪ ૧૭૫૮
પાટણ ૨૪ ૨૫૮૪
સુરે‌ન્દ્રનગર ૧૨ ૧૮૫૫
રાજકોટ ૧૭ ૩૬૫૯
જુનાગઢ ૩૪ ૨૨૪૫૧
૧૦ ભાવનગર ૨૧ ૧૧૪૩૨
૧૧ અમરેલી ૧૩ ૨૨૪૮
કુલ ૨૧૩ ૬૭૬૭૨
અ.નં. જિલ્લો ગોપાલમિત્ર કે‌ન્દ્ર કરેલ કૃત્રિમ બીજદાન
ગોધરા અને દાહોદ ૪૩ ૫૬૬૩
સુરે‌ન્દ્રનગર ૧૨ ૧૦૬૭
સાબરકાંઠા ૧૮ ૯૬૮૬
પાટણ ૨૩ ૧૯૩૪
બનાસકાંઠા ૧૬ ૧૯૧૨
ભાવનગર ૨૧ ૮૯૬૨
અમરેલી ૧૩ ૧૪૨૬
જુનાગઢ અને પોરબંદર ૩૪ ૧૯૨૪૩
રાજકોટ ૧૩ ૧૯૩૪
૧૦ ભરૂચ અને નર્મદા ૧૮ ૧૬૦૦
૧૧ જામનગર ૫૩૬
કુલ ૨૨૦ ૫૩૬૬૩
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation