પશુવ્યંધ્યત્વ નિવારણ કેમ્પ

 • રાજ્યના ગાય અને ભેંસ વર્ગના પશુઓનો દૂધ ઉત્પાદનમાં મહત્વનો ફાળો હોઈ તેમની ઉત્પાદકતા દૂધ ઉત્પાદન પર સીધી અસર ધરાવે છે. દૂધાળા પશુઓની ઉત્પાદકતા ત્રણ બાબતો પર આધારીત છે. ૧. પશુઓનો જનીન સંપુટ, ૨. પશુઓનું જાતીય આરોગ્ય તથા તેમનું સંપૂર્ણ શારીરીક આરોગ્ય, ૩. પશુઓનો ખોરાક (ખોરાકની પોષણ ક્ષમતા).
 • જાતીય આરોગ્ય પશુઓની ગર્ભધારણ ક્ષમતા પર સીધી અસર કરે છે. જે તેમની ઉત્પાદકતા ઘટાડે છે. જેની છેલ્લે અસર દૂધ ઉત્પાદન કિંમત પર પડે છે. વધુમાં બીન ઉત્પાદક કે ઓછા ઉત્પાદક પશુઓ ઘાસચારો, પાણી, જગ્યા અને મહેનત જેવી કુદરતી અને માનવ સર્જીત સંપત્તિમાં ઉત્પાદક પશુઓ જેટલોજ ભાગ પડાવે છે. જેથી આખરે આ મર્યાદીત સંપત્તિ (રીસોર્સીસ)નો ઉત્પાદકતા માટે મહત્તમ ઉપયોગ કરી શકાતો નથી. જે છેવટે તો રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ છે.
 • જનન અંગોનો ઓછો વિકાસ, જનન અંગોમાં આનુવંશીક ખામીઓ, ગર્ભાશયમાં ચેપ, અપૂરતા પોષણને કારણે જાતીય પ્રવૃત્તિમાં ઘટાડો કે બીનકાયમી વ્યંધ્યત્વ, હોર્મોન ગ્રંથિઓની બીનકાર્યક્ષમતા વગેરેને કારણે પશુઓની જાતીય ક્ષમતા પર વિપરીત અસરો પડે છે.
 • આ માટે ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ દ્વારા એનપીસીબીબી હેઠળ રાજ્યમાં પશુવ્યંધ્યત્વ નિવારણ કેમ્પોનું આયોજન કરાય છે. જે અંતર્ગત પશુપાલન ખાતા હસ્તકના ક્ષેત્રિય કૃત્રિમ બીજદાન કે‌‌ન્દ્રો તથા રાજ્યમાં જિલ્લા દૂધ સંઘો દ્વારા આયોજીત પશુવ્યંધ્યત્વ નિવારણ કેમ્પો માટે દવાઓ પુરી પડાય છે.

ઉદ્દેશ્ય

 • પશુવ્યંધ્યત્વ નિવારણ કેમ્પોના આયોજન દ્વારા પશુ ઉત્પાદકતા વધારવી.
 • ગંભીર પ્રકારની જાતીય ખામી વાળા પશુઓને ઓળખી તેમનો નિકાલ કરવા (કલ કરવા) પશુપાલકને સલાહ અને માહિતી આપવી.
 • બીનઉત્પાદક પશુઓને ઉત્પાદક બનાવવાથી રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ અટકાવવો.
 • ચેપી જાતીય રોગ વાળા જાનવરોનો નિકાલ કરવા માટે પશુપાલકને માહિતી અને સલાહ આપી ચેપનો ફેલાવો અટકાવવો કે મર્યાદિત કરવો.

ફાયદા

 • રાજ્યમાં વર્ષ ૨૦૦૯ - ૧૦ થી ૨૦૧૨ – ૧૩ સુધીમાં કુલ ૨૧૯૬ પશુવ્યંધ્યત્વ નિવારણ કેમ્પ આયોજીત કરાયા છે. આ કેમ્પ પશુપાલન ખાતા હસ્તકના કૃત્રિમ બીજદાન કે‌‌ન્દ્રો અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો દ્વારા આયોજીત કરાયા. તે માટેની દવાઓ અને આયોજન સંબંધિત આનુષાંગીક ખર્ચ જીએલડીબી દ્વારા પુરી પાડવામાં આવ્યા.
 • રાજ્યમાં કુલ ૨૧૯૬ કેમ્પોમાં ૨૧૯૬૦૦ કરતાં વધારે પશુઓના જાતીય આરોગ્યની ચકાસણી, નિદાન અને સારવાર કરવામાં આવી.

ઉપલબ્ધીઓ

પશુવ્યંધ્યત્વ નિવારણ કેમ્પોનું આયોજન ૨૦૦૯-૧૦ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨ ૨૦૧૨-૧૩ કુલ ઉપલબ્ધી
૧૨૭૬ ૪૬૦ ૪૬૦ ૨૧૯૬
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation