નેશનલ પ્રોગ્રામ ફોર બોવાઇન બ્રીડીંગ:

આ કાર્યક્ર્મના મુખ્ય હેતુઓ નીચે મુજબના છે.

 • ખેડુતોને ઘેરબેઠા ઉત્તમ કુત્રિમ બીજદાનની સેવાઓ પુરી પાડવી
 • ઉચ્ચ આનુવાંશીક ગુણવત્તા ધરાવતા બીજની મદદથી નેચરલ સર્વીસ કે કુત્રીમ બીજદાનનો ઉપયોગ કરી તમામ ફેળવવા લાયક વાછરડી-પાડીઓને આયોજનબધ્ધ સંવર્ધન સેવાઓ હેઠળ લાવવી.
 • ઉચ્ચ સામાજીક-આર્થિક મહ્ત્વ ધરાવતી ભારતીય ઓલાદોનુ સંરક્ષણ, સંવર્ધન તથા વિસ્તરણની કામગીરી કરવી.
 • મહત્વની ભારતીય ઓલાદોના બ્રીડીગ ટ્રેકમાં ગુણવત્તાયુક્ત સંવર્ધન સેવાઓ ઉપલબ્ધ કરાવી આ ઓલાદોને નષ્ટ થતી બચાવવી.

આ યોજના હેઠળ મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરાઇ રહેલ છે.

 • ફર્ટીલીટી ઇમ્પ્રૂવમેન્ટ કેમ્પ : પશુપાલન ખાતું, વેતરનરી કોલેજીસ, જીલ્લા દુધ ઉત્પાદક સંઘો જેવી સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં પશુઓની જાતીય આરોગ્ય સુધારણા માટે ફર્ટીલીટી ઇમ્પ્રૂવમેન્ટ કેમ્પની કામગીરી કરવામાં આવે છે.
 • HGM બુલ માટે સહાય: રાજ્યમાં આવેલ થીજવેલ બીજ ઉત્પાદન કરતી વિવિધ એજન્સીઓ પાસેથી દરખાસ્તો મેળવી ભારત સરકારશ્રીને મંજુરી અર્થે મોકલવામાં આવે છે. નાણાં મંજુર થયેથી સબંધિત એજન્સીઓને ફાળવણી કરવામાં આવે છે.
 • LN2 સ્ટોરેજ ટેન્ક તથા પરીવહન: ભારત સરકારશ્રી દ્વારા ફંડ મંજુર થયેથી વિવિધ એજન્સીઓ પાસેથી દરખાસ્તો મેળવી ખરીદી કરી સબંધિત એજન્સીઓ ખાતે ફાળવણી તથા ઇન્સ્ટોલેશન કામગીરી કરવામાં આવે છે. વર્ષ: ૨૦૧૭-૧૮ દરમ્યાન ૧૦૦૦૦ લીટરની કુલ પાંચ LN2 સ્ટોરેજ ટેન્ક, જીલ્લા પંચાયત-ગાંધીનગર:પ.દ.કોબા, જી.પં. –આણંદ: પ.દ.પેટલાદ, સુરત-હરીપુરા, સેન્ટ્રલ સીમેન બેંન્ક-પાટણ તથા સર્વોત્તમ ડેરી-શીહોર-ભાવનગર ખાતે પ્રસ્થાપિત કરેલ છે.
 • સેમીનાર/વર્ક્શોપ : ભારત સરકારશ્રી દ્વારા ફંડ મંજુર થયેથી વેટરનરી કોલેજીસ જેવી વિવિધ એજન્સીઓને સેમીનાર તથા વર્કશોપ માટે નાણાંની ફાળવણી કરવામાં આવે છે.
 • ટ્રેઇનીંગ: ભારત સરકારશ્રી દ્વારા ફંડ મંજુર થયેથી ટ્રેઇનીંગ ફોર એક્ઝીસ્ટીંગ એ.આઇ. વર્કર, પ્રોફેશનલ્સ, ટ્રેઇનર્સ ટ્રેઇનીંગ જેવી તાલીમોનું પાટણ તથા મોરબી ખાતે આયોજન કરવામાં આવે છે. પાટણ તથા મોરબી ટ્રૈનીંગ સેન્ટરના અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવે છે.
 • આ ઉપરાંત ભારત સરકારશ્રી દ્વારા ફંડ મંજુર થયા મુજબ અન્ય કોમ્પોનન્ટની કામગીરી કરવામાં આવે છે.
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation