કુદરતી સંવર્ધન માટે નર પશુ પૂરા પાડવા

(પ્રોક્યુરમે‌ન્ટ ઓફ બ્રીડીંગ બુલ ફોર નેચરલ સર્વીસ)

 • રાજ્યના છેવાડાના તથા અંતરીયાળ પ્રદેશો કે જ્યાં કૃત્રિમ બીજદાન માટેની માળખાકીય સગવડો અને કૃત્રિમ બીજદાન માટેની જાગૃતિ અને પહોંચ ઓછી હોય ત્યાં કુદરતી સંવર્ધન માટે સાંઢ (આખલા) / પાડા પૂરા પાડવામાં આવે છે.
 • આ વિસ્તારોમાં ઓછી જાગૃતિને કારણે પશુ સંવર્ધનને માઠી અસર ન પહોંચે તે ઉદ્દેશ્યથી ઉચ્ચ આનુવંશીકતા ધરાવતા નર પૂરા પડવામાં આવે છે.
 • આ માટે ગ્રામ પંચાયત, ગૌશાળા કે સહકારી ડેરી જેવી સાર્વજનીક સંસ્થાઓને આ સહાય કરવામાં આવે છે.
 • ખાસ કરીને કાંકરેજ ગાય તથા બન્ની અને સુરતી ભેંસના વતનના વિસ્તારમાં જ્યાં કૃત્રિમ બીજદાનનું ચલણ ઓછું છે ત્યાં આ નસલના સાંઢ (આખલા) / પાડા પૂરા પડાય છે.

ઉદ્દેશ્ય

 • રાજ્યના છેવાડાના તથા અંતરીયાળ પ્રદેશોમાં પણ પશુ સંવર્ધન કરી પશુ ઉત્પાદકતા વધારવી.
 • કૃત્રિમ બીજદાન માટેના માળખાકીય સવલતોના અભાવમાં પશુ ઓલાદ સુધારણા કામગીરીને આગળ ધપાવવી.
 • રાજ્યની પોતીકી દેશી ઓલાદોનું જતન અને સંરક્ષણ કરવું.
 • રાજ્યની બ્રીડીંગ પોલીસીનું અમલીકરણ કરાવવું.
 • અનિયંત્રીત અને ગેરકાયદે સંવર્ધન અને સંકર સંવર્ધન પર તેનો વધુ સારો પર્યાય આપી કાબૂ મેળવવો.

ફાયદા

 • રાજ્યના છેવાડાના તથા અંતરીયાળ પ્રદેશોમાંના પશુપાલકો સૌથી મોટા લાભાર્થી છે.
 • ઉચ્ચ જનીનીક સંપુટ ધરાવતા નર પશુના ઉપયોગથી પશુપાલકોના જાનવરોની સંતતિની ઉત્પાદકતા વધે છે જેનાથી દૂધ ઉત્પાદનની કિંમત ઘટે છે.
 • તંદુરસ્ત અને નીરોગી સાંઢ (આખલા) / પાડા ના ઉપયોગથી ગર્ભધારણ ટકાવારીમાં વધારો થવાથી જાનવરોની ઉત્પાદકતા વધે છે.

ઉપલબ્ધીઓ

ગુ.લા.ડે. બોર્ડ દ્વારા રાજ્યમાં પૂરા પડાયેલ નર પશુની સંખ્યા ૨૦૦૯-૧૦ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨ ૨૦૧૨-૧૩ કુલ ઉપલબ્ધી
૧૯૯ ૧૦૦ ૩૦૦
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation