રાષ્ટ્રીય ગોકુલ મીશન

આ કાર્યક્ર્મના મુખ્ય હેતુઓ નીચે મુજબના છે.

 • ભારતીય ઓલાદોના સુધારણા કાર્યક્રમથી આનુંવાંશીક ગુણવત્તા સુધારવી અને ઓલાદની સંખ્યા વધારવી
 • ભારતીય ઓલાદોના દુધ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવો
 • નામાંકિત ભારતીય ઓલાદો જેવીકે ગીર, સાહિવાલ, રાઠી, દેઓની, થરપારકર, રેડ સીંધીના ઉપયોગથી નોન ડીસ્ક્રીપ્ટ ઓલાદોને અપગ્રેડ કરવી.
 • ઉચ્ચ આનુંવાંશીક ગુણવત્તા ધરાવતા તથા રોગ મુક્ત ભારતીય ઓલાદોના સાંઢ/પાડાનું નેચરલ સર્વીસ માટે વિતરણ કરવું.

આ યોજના હેઠળ મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરાઇ રહેલ છે.

 • ગોકુલ ગ્રામ યોજના
 • કામધેનુ તથા ગોપાલરત્ન એવોર્ડ:
 • એન.એમ.બી.પી.

ગોકુલ ગ્રામ યોજના:

 • ગોકુલ ગ્રામ એ દેશી નસ્લના પશુઓના સંવર્ધન અને જાળવણી માટેના કેન્દ્રો તરીકે કામ કરે છે.
 • વધુમાં આ કેન્દ્રો એ જે તે નસ્લના બ્રીડીંગ ટ્રેક્ટના પશુપાલકોને ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા પશુઓ પુરા પાડવામાં પણ મદદરૂપ બને તેમ છે.
 • ગોકુલગ્રામ દ્વારા સંપૂર્ણ સ્વનિર્ભર થવાનું રહે છે અને તેમની આવકનો સ્ત્રોત દેશી ગાયના દુધનું વેચાણ, નિસ્યંદિત મુત્રનું વેચાણ, વર્મી કમ્પોસ્ટ, કુદરતી ખાતરનું વેચાણ, પશુ પેદાશોનું વેચાણ અને બાયોગેસમાંથી વિજળી પેદા કરી તેનો સંકુલની આંતરિક કામગીરી અર્થે વપરાશ કરવાનો રહે છે.
 • ગોકુલ ગ્રામ એ પશુપાલકો,બ્રીડરો અને કુત્રિમ બીજદાન કાર્યકરો માટે અધ્યતન તાલીમ કે ન્દ્ર તરીકેની પણ કામગીરી કરશે.
 • ગોકુલગ્રામ પી.પી.પી મોડ પર સ્ટેટ ઇમ્પ્લીમેન્ટીંગ એજન્સી મારફતે અમલમાં મુકવાનું થાય છે.
 • ગુકુલગ્રામ ખાતે ઉત્પાદક અને બીન ઉત્પાદક પશુઓ ૬૦:૪૦ના રેશીઓમાં રાખવાના થાય છે. અને મીનીમમ ૧૦૦૦ પશુઓ રાખવાની ક્ષમતા હોવી જરૂરી છે.
 • ગોકુલગ્રામ ખાતે પશુઓને ઘાસચારો ઇન-હાઉસ ફોડર પ્રોડક્શનથી પુરો પાડવાનો થાય છે.
 • તમામ પશુઓનું નિયમિતપણે મહત્વના રોગો જેવાકે ટી.બી., જે.ડી, બ્રુસેલોસીસ માટે ટેસ્ટીંગ કરાવવાનું થાય છે.
 • ગોકુલગ્રામ માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા કેટલશેડ, નાના બચ્ચાના શેડ, ઇરીગેશન, વરસાદી પાણીનો સંગ્રહ, પશુ દવાખાનું વિગેરે જેવી બાબતો તથા સાધનો જેવાકે બલ્ક મીલ્ક કુલર, બાયોગેસ પ્લાન્ટ વિગેરે માટેવ પ્રોજેક્ટ મુજબ સહાય મંજુર કરવામાં આવે છે.

ગીર કાઉ સેન્ચ્યુરી- ધરમપુર- પોરબંદર:

રાષ્ટ્રીય ગોકુલ મીશન અંતર્ગત ગોકુલ ગ્રામ હેઠળ દેશી નસ્લના પશુઓના સંવર્ધન અને જાળવણી માટેના દેશભરમાં કેન્દ્રો ઉભા કરવાનું નક્કી કરેલ જે અંતર્ગત વર્ષ: ૨૦૧૫-૧૬ દરમ્યાન પોરબંદર જીલ્લાના ધરમપુર ખાતે ગીર ગાય માટે ગીર કાઉ સેન્ચુરી સ્થાપવાના રૂ. ૪૧૮૨.૩૪ લાખના પ્રોજેક્ટને મંજુરી મળેલ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૪૪૬.૪૪ લાખની વહીવટી મંજુરી તથા પ્રથમ તબક્કામાં રૂ. ૭૭૩.૨૨ લાખની ગ્રાન્ટ રીલીઝ થયેલ હતી. આ પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ અમલીકરણ એજન્સી તરીકે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ તથા એન્ડ ઇમ્પ્લીમેન્ટીંગ એજન્સી તરીકે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી કામગીરી કરી રહેલ છે. ત્રણ કેટલ શેડ, ઘાસચારા ગોડાઉન, કોન્સન્ટ્રેટ ગોડાઉન, ઓવરહેડ ટેન્ક તથા અન્ડરગ્રાઉન્ડ વોટર સમ્પ, કમ્પાઉન્ડ વોલ જેવા બાંધકામોની કામગીરી પૂર્ણતાના આરે છે.

વર્ષ: ૨૦૧૭-૧૮ દરમ્યાન રાષ્ટ્રીય ગોકુલ મીશન પ્રોજેક્ટ સેન્ક્શનીંગ કમીટી દ્વારા સુરત ખાતે સુમુલ ડેરી દ્વારા ગીરી કાઉ સેન્ચુરી માટે ૧૨૫૭.૦૦ લાખ તથા બનાસ ડેરીનો કાંકરેજ ગાય માટે ૮૯૭.૦૦ લાખનો પ્રોજેક્ટ મંજુર કરેલ છે.

કામધેનુ તથા ગોપાલરત્ન એવોર્ડ:

રાષ્ટ્રીય ગોકુલ મીશન હેઠળ વર્ષ: ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદના પશુઓના પશુપાલનની કામગીરી કરતી સંસ્થાઓને કામધેનું એવોર્ડથી સન્માનિત કરવાની તથા આ પ્રકારેની કામગીરી કરતા પશુપાલકોને ગોપાલર ત્ન એવોર્ડથી સન્માનિત કરવાની કામગીરી શરૂ કરેલ છે. આ યોજના હેઠળ જે તે વિભાગના વિજેતા પશુપાલકો કે સંસ્થાઓને ટ્રોફી તથા રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવે છે.

વર્ષ: ૨૦૧૭-૧૮ - ગોપાલ રત્ન એવોર્ડ વિજેતા:

અ.નં. વિજેતાનું નામ જીલ્લો બ્રીડનું નામ ક્રમાંક ઇનામની રકમ
ધર્મેન્દ્રભાઇ જામનગર ગીર ગાય તૃતિય રૂ. ૧.૦૦ લાખ
સંજયભાઇ આર. મેંદપરા રાજકોટ ગીર ગાય તૃતિય

વર્ષ: ૨૦૧૭-૧૮- કામધેનુ એવોર્ડ વિજેતા:

અ.નં. વિજેતાનું નામ જીલ્લો બ્રીડનું નામ ક્રમાંક ઇનામની રકમ
બંસી ગીર ગૌશાળા અમદાવાદ ગીર ગાય પ્રથમ રૂ. ૫.૦૦ લાખ
શ્રી માણેકબા વિનય વિહાર ગૌશાળા ગાંધીનગર કાંકરેજ ગાય તૃતિય રૂ. ૧.૦૦ લાખ

વર્ષ: ૨૦૧૮-૧૯-ગોપાલ રત્ન એવોર્ડ વિજેતા:

અ.નં. વિજેતાનું નામ જીલ્લો બ્રીડનું નામ ક્રમાંક ઇનામની રકમ
પિયુષભાઇ જશવંતભાઇ પટેલ સુરત ગીર ગાય, મહેસાણી ભેંસ દ્વિતિય રૂ.૩.૦૦ લાખ
વૈભવભાઇ બી. પટેલ અમદાવાદ ગીર ગાય તૃતિય રૂ. ૧.૦૦ લાખ

વર્ષ: ૨૦૧૮-૧૯- કામધેનુ એવોર્ડ વિજેતા:

અ.નં. વિજેતાનું નામ જીલ્લો બ્રીડનું નામ ક્રમાંક ઇનામની રકમ
શ્રી પુરુષાર્થ ટ્રસ્ટ સુરેન્દ્રનગર ગીર ગાય પ્રથમ રૂ. ૫.૦૦ લાખ
શ્રી સ્વામીનારાયણ ગૌશાળા ગાંધીનગર ગીર ગાય દ્વિતિય રૂ. ૩.૦૦ લાખ
શ્રી હરિ સત્સંગ સેવા ટ્રસ્ટ-કુંડળ બોટાદ ગીર ગાય તૃતિય રૂ. ૧.૦૦ લાખ

એન.એમ.બી.પી.

નેશનલ મીશન ફોર બોવાઇન બ્રીડીંગ

આ યોજના ૬૦% કેન્દ્રના હિસ્સા અને ૪૦% રાજ્યના હિસ્સાના ધોરણે અમલી કરાય છે.

આ મીશન હેઠળ હાલમાં નીચે જણાવેલ કોમ્પોનન્ટ કાર્યરત છે.

પશુ સંજીવની યોજના:

પશુ તંદુરસ્તી માટેનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ હેઠળ પશુઓને યુનિક આઇ.ડી. નંબર ધરાવતા ઇઅર ટેગ લગાવી પશુની માહિતી ઇનાફ સોફટ્વેરમાં નાંખી રાષ્ટ્રીય ડેટાબેઝ ઉભો કરવાની તથા પશુપાલકને પશુની માહિતી અર્થે નકુલ સ્વાસ્થ્ય કાર્ડ આપવાની જોગવાઇ છે. પ્રથમ તબક્કામાં દસ લાખ પશુઓને આવરી લેવાનું આયોજન છે.

 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation