રાજ્ય થીજવેલ પશુબીજ ઉત્પાદન અને તાલિમ સંસ્થા (સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એ‌ન્ડ ટ્રેનિંગ ઇ‌ન્સ્ટીટ્યુટ)– પાટણ

 • પાટણ ખાતેના અત્યાધુનિક રાજ્ય થીજવેલ પશુબીજ ઉત્પાદન અને તાલિમ સંસ્થાનું ઉદ્દગાટન તા. ૨૩મી જુન , ૨૦૧૦ના રોજ કરવામાં આવ્યું.
 • આ સંસ્થા ખાતે રાજ્યની દેશી ગાય-ભેંસની ઓલાદોના કૃત્રિમ બીજદાન માટેના ફ્રોજન સીમેન ડોઝનું ઉત્પાદન કરવામાં આવે છે તેમજ પશુપાલન વ્યવસાયિકોને તાલિમ પુરી પાડવામાં આવે છે.
 • સંસ્થાની સ્થાપના બાદ ભારત સરકારના સે‌ન્ટ્રલ મોનિટરીંગ યુનિટ (CMU) દ્વારા થયેલ કુલ ત્રણ મુલ્યાંકનોમાં દરેક મુલ્યાંકન સમયે ઉચ્ચતમ 'એ' ગ્રેડ એનાયત થયેલ છે.

ઉદ્દેશ્ય

 • ફોજન સીમેન ડોઝ (થીજવેલ પશુવિર્યબીજ ડોઝ) ઉત્પાદનની કામગીરી કે‌ન્દ્રસ્થ કરવી.
 • ગાય અને ભેંસની દેશી ઓલાદોના ફ્રોજન સીમેન ડોઝ ઉત્પાદન માટે ઉચ્ચતમ માનકો સ્થાપિત કરવા.
 • ઉચ્ચગુણવત્તાયુક્ત ફ્રોજન સીમેન ડોઝ ઉત્પાદન માટે ખુબ ચુસ્ત બાયો-સીક્યોરીટી માનકોનો અમલ કરાવવો.
 • સંવર્ધન સાંઢ / પાડાની પસંદગી માટે ખુબજ ચુસ્ત વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવી.
 • રાજ્યની બ્રીડીંગ પોલીસી મુજબ ફ્રોજન સીમેન ડોઝનું ઉત્પાદન કરવુ.
 • ઊંચો ગર્ભધારણ દર અને મહત્તમ જનીનીક સુધારણા મેળવવા માટે પશુપાલન ખાતા મારફતે પશુપાલકોને ઉચ્ચગુણવત્તાયુક્ત ફ્રોજન સીમેન ડોઝ ઉપલ્બ્ધ કરાવવા.
 • ઉત્પાદકતા વધારીને રાજ્યની દેશી ઓલાદોને આર્થીક રીતે વધુ પોસાય તેવી બનાવવી.
 • રાજયની દેશી ઓલાદોને ઉન્મુલનથી બચાવવી.

ફાયદા

 • રાજ્યના પશુપાલકો સૌથી મોટા લાભાર્થી છે.
 • પશુપાલકોને તેમના જાનવરોના ગર્ભધારણ દરને વધારી આપતા ઊચ્ચ ગુણવત્તાયુક્ત થીજવેલ વિર્યના ડોઝ મળવાથી જાનવરોની ઉત્પાદકતા વધે છે જેનાથી દૂધ ઉત્પાદનની કિંમત ઘટે છે.
 • આ વિર્યના ડોઝ વાપરવાથી સંતતિમાં ઉત્પાદકતા વધે છે.
 • છેવટેતો રાજ્યનું દૂધ ઉત્પાદન વધતાં પશુપાલકો, ઉપભોક્તાઓ અને આખા દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થાય છે.

માળખાકીય સવલતો

 • આ સંસ્થા કમ્પાઉન્ડ વોલથી રક્ષાયેલ ૯૧.૨૩ હેક્ટર જમીન ધરાવે છે.
 • આ સંસ્થા બાયોસીક્યોરીટી વિસ્તાર અને તેની બહારનો વિસ્તાર એમ બે ભાગમાં વહેચાયેલ છે.
 • બાયોસીક્યોરીટી વિસ્તારમાં કુલ આઠ બુલ શેડ (૧૯૨ સંવર્ધન સાંઢ / પાડા સમાવવાની ક્ષમતા) , સીમેન પ્રોસેસીંગ લેબોરેટરી, બે ઘાસગોડાઉન, વેટરનરી ડિસ્પેન્સરી, વર્કસ એમીનીટીસ અને ઘાસચારા ઉત્પાદન માટેની જમીન આવેલી છે.
 • બાયોસીક્યોરીટી વિસ્તાર બહાર વહીવટીય બિલ્ડીંગ છે. જેમાં સ્ટાફની ઑફિસો, તાલિમ માટેના ક્લાસ રૂમ, મીટીંગ હોલ અને ઑડીટોરીયમ આવેલા છે.
 • આ સિવાય બાયોસીક્યોરીટી વિસ્તારની બહાર હોસ્ટેલ પણ આવેલી છે.

ઉપલબ્ધીઓ

સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, પાટણ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન ઉત્પાદીત થીજવેલ વિર્યના ડોઝ (ફ્રોજન સીમેન ડોઝ)ની માહિતી

અ.નં. ઓલાદ બુલની સંખ્યા (કલેક્શનમાં) ફ્રોજન સીમેન ડોઝ ઉત્પાદન ફ્રોજન સીમેન ડોઝ સપ્લાય
મહેસાણી પાડા ૩૪ ૮૧૩૧૦૫ ૬૬૭૬૯૦
જાફરાબાદી પાડા ૨૫૯૪૨૦ ૨૪૪૯૮૫
સુરતી પાડા ૧૧૬૬૩૦ ૧૧૪૧૪૫
બન્ની પાડા ૩૧૫૨૦
એચ.એફ. સાંઢ ૮૩૬૩૦ ૫૩૯૫૦
એચ.એફ. સંકર સાંઢ ૧૨ ૪૯૮૨૧૫ ૪૭૨૩૩૫
ગીર સાંઢ ૧૭ ૫૪૨૨૪૦ ૫૭૧૧૨૧
કાંકરેજ સાંઢ ૩૬૪૦૦ ૪૪૩૭૫
જર્સી સાંઢ ૩૧૮૦૫ ૩૬૯૯૩
કુલ ૮૨ ૨૩૮૧૪૪૫ ૨૨૩૭૧૧૪

સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડકશન એ‌ન્ડ ટ્રેનિંગ ઇ‌ન્સ્ટીટ્યુટ – પાટણના ફોટોગ્રાફસ જોવા માટે અહી ક્લિક કરો.

રાજ્ય તાલિમ સંસ્થા અંગેની માહિતી માટે અહી ક્લિક કરો.

વાર્ષિક અહેવાલ (રાજ્ય થીજવેલ પશુબીજ ઉત્પાદન અને તાલિમ સંસ્થા) માટે અહિ ક્લિક કરો.

 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation