રાજ્ય તાલીમ સંસ્થા – પાટણ

(સ્ટેટ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ - પાટણ)

 • પાટણ ખાતે અત્યાધુનિક સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, પાટણની સ્થાપના તા. ૨૩મી જુન, ૨૦૧૦ના રોજ કરવામાં આવેલ છે.
 • આ સંસ્થા ખાતે રાજ્યની દેશી ગાય અને ભેંસની નસ્લો માટે કૃત્રિમ બીજદાન માટેના ફ્રોજન સીમેન ડોઝનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમજ પશુપાલન વ્યવસાયીકોને કૃત્રિમ બીજદાનની તાલીમ આપવામાં આવે છે.
 • રાજ્ય તાલીમ સંસ્થા – પાટણ એ સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, પાટણનો જ ભાગ છે તથા બન્ને એક જ કેમ્પસમાં આવેલ છે.

ઉદ્દેશ્ય

 • રાજ્યના અંતરીયાળ વિસ્તારોમાં કૃત્રિમ બીજદાન માટેના માળખાનું દ્રઢીકરણ કરવું.
 • રાજ્ય/કે‌ન્દ્ર સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરો તૈયાર કરી, તેમને સ્વરોજગારની તક પૂરી પાડવી.
 • તાલીમ દ્વારા કૃત્રિમ બીજદાન સાથે સંકળાયેલ વ્યવસાયિકોને રાજ્યની બ્રીડીંગ પોલીસીથી માહિતગાર કરી, તે દ્વારા રાજ્યની દેશી ઓલાદોનું સંરક્ષણ કરવું.
 • રાજ્યના કૃત્રિમ બીજદાન કાર્યકરોનું તાંત્રિક કૌશલ્ય વધારી, રાજ્યના પશુઓની ઉત્પાદકતા વધારી પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવવો.
 • પશુપાલન ખાતાના તાંત્રિક અધિકારીઓને કૌશલ્યવર્ધક તાંત્રિક અને વહીવટીય તાલીમ આપવી.
 • પશુપાલન ખાતાના પશુધન નિરીક્ષક, કારકુન, ડ્રાઈવર વગેરેને કૌશલ્યવર્ધક તાલીમો આપવી.
 • કૃત્રિમ બીજદાન કાર્યકરોને રીફ્રેશર તાલીમ આપવી.

ફાયદા

 • કૃત્રિમ બીજદાનની ગુણવત્તા સુધરવાથી પશુઓમાં ગર્ભધારણ દરની ટકાવારીમાં વધારો થશે.
 • રાજ્યનાં છેવાડાનાં વિસ્તારોમાં કૃત્રિમ બીજદાનની સેવાઓનો વ્યાપ વધારી શકાશે.
 • તાંત્રિક સેવાઓની ગુણવત્તામાં વધારો થશે.

માળખાકીય સવલતો

 • સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, પાટણના એડમીનીસ્ટ્રેટીવ બીલ્ડીંગમાં ૪૫ તાલીમાર્થીઓની ક્ષમતાવાળા બે વર્ગખંડ આવેલ છે.
 • સંસ્થા ખાતે ૫૦ તાલીમાર્થીઓની ક્ષમતાવાળી હોસ્ટેલ કેમ્પસમાં આવેલી છે.
 • સંસ્થા ૩૨ મુસાફરોની ક્ષમતા ધરાવતી વાતાનૂકુલીત બસ ધરાવે છે.
 • આ ઉપરાંત સંસ્થા પાસે દ્રશ્ય-શ્રાવ્ય તાલીમ માટે કોમ્પ્યુટર, પ્રોજેક્ટર, ઓડીટોરીયમ, કો‌ન્ફર‌ન્સ હોલ તથા સાઉ‌ન્ડ સીસ્ટમ ધરાવે છે.

ઉપલબ્ધીઓ

વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન રાજ્ય તાલીમ સંસ્થા – પાટણ ખાતે યોજાયેલ તાલિમની વિગતો:
અ.નં. તાલિમની વિગત તાલિમાર્થીની સંખ્યા
કૃત્રિમ બીજદાન રીફ્રેશર તાલિમ ૧૪૦
કૃત્રિમ બીજદાન બેઝિક તાલિમ (પંચામૃત ડેરી) ૨૪
ઇક્વાઇન મેનેજમે‌ન્ટ ટ્રેનિંગ (Horse Breeding Farm – Chanasma) ૧૫
વર્કર્સ હેલ્થ એ‌ન્ડ સેફટી ટ્રેનિંગ ૩૦
કુલ ૨૦૯

રાજ્ય તાલીમક સંસ્થા - પાટણના ફોટોગ્રાફસ જોવા માટે અહી ક્લિક કરો.

જિલ્લા વાર તાલીમ પામેલ ગોપાલમિત્ર
વર્ષ બેચ નંબર બનાસકાંઠા અમદાવાદ પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમરેલી ગોધરા ભાવનગર તાલીમાર્થીઓની સંખ્યા
૨૦૧૦-૧૧ -- -- -- -- -- -- --
૨૯ -- ૧૩ -- -- -- -- -- -- ૪૨
-- -- ૧૮ -- -- -- -- -- ૨૧
-- -- -- ૧૮ ૧૬ -- -- -- -- ૩૪
કુલ ૩૯ ૧૩ ૩૬ ૧૬ -- -- -- -- ૧૦૬
૨૦૧૧-૧૨ -- ૧૩ -- -- -- ૧૮
૧૭ -- -- -- -- -- ૨૩
-- -- -- -- -- ૧૮
-- -- -- -- -- -- ૨૯ -- -- ૨૯
-- -- -- -- -- -- -- ૨૨ -- --
૧૦ -- -- -- -- -- -- -- -- ૨૩ ૨૩
કુલ ૧૯ ૧૨ ૧૬ ૨૯ ૨૨ ૨૩ ૧૩૩
કુલ ૫૮ ૨૫ ૩૭ ૨૫ ૧૬ ૨૯ ૨૨ ૨૩ ૨૩૯

કૃત્રિમ બીજદાનની રીફ્રેશર તાલીમ
ક્રમ રીફ્રેશર તાલીમના તાલીમાર્થી તાલીમાર્થીઓની સંખ્યા વર્ષ
પશુધન નિરીક્ષક ૨૯ ૨૦૧૧-૧૨
સીએચઆરએસ કર્મચારી ગણ ૨૦ ૨૦૧૧-૧૨
સીએચઆરએસ કર્મચારી ગણ ૧૫ ૨૦૧૧-૧૨
કૃત્રિમ બીજદાન કાર્યકરો – સાબર ડેરી ૪૭ ૨૦૧૨-૧૩
કૃત્રિમ બીજદાન કાર્યકરો – દૂધસાગર ડેરી ૨૯ ૨૦૧૨-૧૩
કૃત્રિમ બીજદાન કાર્યકરો – બનાસ ડેરી ૫૦ ૨૦૧૨-૧૩

વાર્ષિક અહેવાલ - સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ, પાટણ

 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation