ટેક્નીકલ તાલિમ કે‌ન્દ્ર, મોરબી

 • રાજ્યમાં પશુપાલન ખાતા હસ્તકનાં કૃત્રિમ બીજદાન કે‌ન્દ્રોના કાર્યકરો, કર્મચારીઓ અને તાંત્રિક અધિકારીઓને તાંત્રિક તાલીમ આપવાના હેતુસર તાંત્રિક તાલીમ કે‌ન્દ્ર, મોરબીની સ્થાપના કરવામાં આવી છે.
 • અગાઉ તેનુ સંચાલન પશુપાલન ખાતા દ્વારા થતુ હતું, જે વર્ષ ૨૦૦૬થી ગુજરાત પશુધન વિકાસ બોર્ડને સોંપવામાં આવેલ છે.

ઉદ્દેશ્ય

 • રાજ્યના અંતરીયાળ વિસ્તારોમાં કૃત્રિમ બીજદાન માટેના માળખાનું દ્રઢીકરણ કરવું.
 • રાજ્ય/કે‌ન્દ્ર સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરો તૈયાર કરી, તેમને સ્વરોજગારની તક પૂરી પાડવી.
 • તાલીમ દ્વારા કૃત્રિમ બીજદાન સાથે સંકળાયેલ વ્યવસાયિકોને રાજ્યની બ્રીડીંગ પોલીસીથી માહિતગાર કરી, તે દ્વારા રાજ્યની દેશી ઓલાદોનું સંરક્ષણ કરવું.
 • રાજ્યના કૃત્રિમ બીજદાન કાર્યકરોનું તાંત્રિક કૌશલ્ય વધારી, રાજ્યના પશુઓની ઉત્પાદકતા વધારી પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવવો.
 • પશુપાલન ખાતાના તાંત્રિક અધિકારીઓને કૌશલ્યવર્ધક તાંત્રિક અને વહીવટીય તાલીમ આપવી.
 • પશુપાલન ખાતાના પશુધન નિરીક્ષક, કારકુન, ડ્રાઈવર વગેરેને કૌશલ્યવર્ધક તાલીમો આપવી.
 • કૃત્રિમ બીજદાન કાર્યકરોને રીફ્રેશર તાલીમ આપવી.

ફાયદા

 • કૃત્રિમ બીજદાનની ગુણવત્તા સુધરવાથી પશુઓના ગર્ભધારણ દરની ટકાવારીમાં વધારો થશે.
 • રાજ્યનાં છેવાડાનાં વિસ્તારોમાં કૃત્રિમ બીજદાનની સેવાઓનો વ્યાપ વધારી શકાશે.
 • તાંત્રિક સેવાઓની ગુણવત્તામાં વધારો થશે.

માળખાકીય સવલતો

 • સ્થળ: આ સંસ્થા મોરબી ખાતે આવેલી છે.
 • મોરબી ખાતે આવેલ આ સંસ્થામાં ૨૫ તાલીમાર્થીઓની ક્ષમતા વાળા વર્ગખંડ તથા તેટલીજ ક્ષમતા વાળી હૉસ્ટેલની સુવિધા છે.
 • સંસ્થા પાસે અલગથી વહીવટી વિભાગ માટેની કચેરી છે.
 • સંસ્થા પાસે પ્રાયોગીક તાલિમ માટે ૪ થી ૫ જાનવરો છે. આ પશુઓને રાખવા માટેનો શેડ અને ઘાસચારા ઉત્પાદન માટેની જમીન ઉપલબ્ધ છે.

ઉપલબ્ધીઓ

વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન તાંત્રિક તાલીમ કે‌ન્દ્ર – મોરબી ખાતે યોજાયેલ તાલિમની વિગતો:
અ.નં. તાલિમની વિગત તાલિમાર્થીની સંખ્યા
કૃત્રિમ બીજદાન રીફ્રેશર તાલિમ ૧૯૯

ટેક્નીકલ તાલિમ કે‌ન્દ્ર, - મોરબીના ફોટોગ્રાફસ જોવા માટે અહી ક્લિક કરો.

જિલ્લા વાર તાલીમ પામેલ ગોપાલમિત્ર
વર્ષ બેચ નંબર જુનાગઢ ભાવનગર ભૂજ સુરે‌ન્દ્રનગર અમદાવાદ સાબરકાંઠા તાલીમાર્થીઓની સંખ્યા
૨૦૧૧-૧૨ -- -- ૧૩
-- -- -- -- ૧૫ ૧૭
-- ૧૫ -- -- ૧૭
કુલ ૧૦ ૧૬ ૧૫ ૪૭
૨૦૧૨-૧૩ ૧૦ -- -- -- -- -- ૧૦
કુલ ૧૦ -- -- -- -- -- ૧૦
કુલ ૨૦ ૧૬ ૧૫ ૫૭

કૃત્રિમ બીજદાનની રીફ્રેશર તાલીમ
ક્રમ રીફ્રેશર તાલીમના તાલીમાર્થી તાલીમાર્થીઓની સંખ્યા વર્ષ
પશુધન નિરીક્ષક ૧૨૮ ૨૦૧૧-૧૨
પશુધન નિરીક્ષક ૧૪૯ ૨૦૧૨-૧૩
કૃત્રિમ બીજદાન કાર્યકરો – રાજકોટ ડેરી ૩૧ ૨૦૧૨-૧૩

ઘાસચારા તાલીમ
ક્રમ તાલીમાર્થી તાલીમાર્થીઓની સંખ્યા વર્ષ
પશુધન નિરીક્ષક ૧૯ ૨૦૧૧-૧૨
પશુચિકિત્સા અધિકારી ૨૦૧૧-૧૨
પશુધન નિરીક્ષક ૧૬ ૨૦૧૨-૧૩
પશુચિકિત્સા અધિકારી ૨૦૧૨-૧૩
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation